ભરૂચ વાલિયા પોલીસ મથકના પી.આઈ. સી.એફ.ઠાકોરના માર્ગદર્શન હેઠળ  હાલ ચાલતા નવરાત્રી તહેવારમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચાર ઈસમો ચોરીની 3 સબ મર્સીબલ મોટર અને કેબલ વાયર વેચવા વાલિયા ટાઉનમાં ગ્રાહકો શોધે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને વાલિયા તાલુકાના ઉમરગામમાં રહેતો દિપક વિનુભાઈ વસાવા,અભય સુરેન્દ્ર વસાવા અને કેવિન સુંદર વસાવા તેમજ સંજય વજેસિંગ ચૌહાણને ઝડપી પાડી ત્રણ મોટર અને કેબલ વાયર મળી કુલ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.