અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ધૂમ

જીઆઈડીસીમાં આયોજન

માનવ મંદિર ખાતે ગરબા મહોત્સવ

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ આપી હાજરી

ગરબાની રમઝટ નિહાળી

અંકલેશ્વર જીઆઇડીસીમા માનવ મંદિર ખાતે સાંસ્કૃતિક ગરબા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ હાજરી આપી હતી

અંકલેશ્વર GIDC સ્થિત માનવ મંદિર ખાતે સાંસ્કૃતિક ગરબા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે ગરબાની રમઝટ નિહાળી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી પરેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા હાલ ભરૂચ જિલ્લાની મુલાકાતે છે. રાજ્ય સરકારના ઓપરેશન ટ્રાયબલ બેલ્ટ અંતર્ગત તેઓ ઝઘડિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં 72 કલાકના પ્રવાસે છે.આ પ્રવાસ દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વિકાસના કાર્યોને વેગ આપવા તાકીદ કરી હતી