અંકલેશ્વર GIDC વિસ્તારમાં મહેસાણા જિલ્લા મિત્ર મંડળ દ્વારા દશેરાના પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને મંડળના સભ્યોએ ઉત્સાહભેર ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.ગરબા મહોત્સવમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલ, ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને સમાજના સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી ધાર્મિક માહોલમાં દશેરાના પર્વની ઉજવણી કરી હતી.મહેસાણા જિલ્લા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે દશેરાના પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનના માધ્યમથી સમાજના સભ્યો એકત્રિત થઈ ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવાની સાથે સામાજિક એકતાનો સંદેશ પણ આપે છે.