ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીની આગેવાનીમાં પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે.
નર્મદા બંગ્લોઝ અને દુબઈ ટેકરી વિસ્તારમાં થયેલી ચોરીઓની તપાસ દરમિયાન પોલીસ ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવા કામગીરી હાથ ધરી હતી. તપાસના આધારે વડોદરાથી સંજય ઉર્ફે સંજુ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં અંકલેશ્વર અને નબીપુરમાં થયેલી ચોરીઓ અંગે પણ વિગતો બહાર આવી હતી. પોલીસે રૂ. 90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચ: સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડ
