અંકલેશ્વરમાં સર્જાઈ હતી દુર્ઘટના
કન્ટેનર ઓવરબ્રિજ સાથે ભટકાયુ
બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરાયો
ચક્કાજામ સર્જાયો
આકાશી દ્રશ્યો સામે આવ્યા
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કન્ટેનર ઓવરબ્રિજ સાથે અથડાતાં પ્રતિન ઓવરબ્રિજ વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે.જીઆઇડીસીને જોડતો મહત્વનો બ્રિજ બંધ રહેતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયો હતો
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કન્ટેનર ઓવરબ્રિજ સાથે અથડાતાં બ્રિજનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સલામતીના ભાગરૂપે પ્રતિન ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.કન્ટેનર ટ્રક ઓવરબ્રિજ સાથે અથડાતાં બ્રિજના કેટલાંક ભાગને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાંરૂપે પ્રતિન ઓવરબ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાની અસર આસપાસના માર્ગો પર પણ જોવા મળી હતી. પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી તેમજ વાલિયા ચોકડીથી જયાબેન મોદી હોસ્પિટલ સુધી વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામના આકાશી દૃશ્યોમાં પણ વાહનોની લાંબી કતારો સ્પષ્ટપણે જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે, 700થી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા આ બ્રિજ પર બનેલી ઘટનાને કારણે ઔદ્યોગિક વિસ્તાર તરફ અવરજવર કરતા વાહનચાલકો પણ અટવાયા હતા. બ્રિજ બંધ થવાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.હાલમાં બ્રિજને થયેલા નુકસાનનો સર્વે કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે બ્રિજ વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાય એ જરૂરી છે
