ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાય
ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની ઉજવણી
શહેર કોંગ્રેસ દ્વારા આયોજન
પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિકૃતિને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ આદિવાસી સમાજના હક અને અધિકારો માટે ભગવાન બિરસા મુંડાજીએ કરેલા સંઘર્ષ, તેમના યોગદાન અને સમાજ માટે આપેલા અમૂલ્ય કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાજીના જીવન અને તેમના વિચારોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
