અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો

શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

20 હજાર કિલો ઘી જપ્ત કરાયુ

4 આરોપીઓની ધરપકડ

રૂ.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ  ક્રાઇમ બ્રાન્ચ  દ્વારા અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટ-02ના પ્લોટ નંબર 54 પર સ્થિત એ.બી. એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડો પાડી  20,375 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડી કુલ રૂ. 31,16,250નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કંપનીઓ અને ગોડાઉનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભરૂચ LCBની ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, LCBના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળીયાને બાતમી મળી હતી કે જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટ-02ના પ્લોટ નંબર 54 પરના ગોડાઉનમાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ગોડાઉનમાંથી ત્રણ ટેન્કમાં ભરેલું તેમજ ડબ્બાઓમાં પેક કરેલું આશરે 20,375 કિલો શંકાસ્પદ  ઘી મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, જથ્થા અંગેના બિલ અને જરૂરી લાઇસન્સ રજૂ કરવા જણાવતાં સંબંધિત શખ્સો તે રજૂ કરી શક્યા નહોતા.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ટેન્કર મારફતે ઓઇલ ગોડાઉનમાં લાવવામાં આવતું હતું અને ત્યારબાદ સ્ટેનલેસ સ્ટીલ (SS)ની મોટી ટેન્કમાં સંગ્રહ કરવામાં આવતું હતું. ત્યાંથી 15 લિટરના ડબ્બાઓમાં ભરી તેના પર ‘પંચમ પૂજા ઓઇલ’નાં લેબલ લગાવવામાં આવતાં હતાં.

પોલીસે ગોડાઉનમાંથી આશરે 20,375 કિલો શંકાસ્પદ ઓઇલ (ઘી), કિંમત રૂ. 30,56,250, પાંચ મોબાઇલ ફોન, કિંમત રૂ. 60,000, તેમજ સ્ટિકરના ત્રણ બોક્સ કબજે કર્યા છે. આ ઉપરાંત તપાસ માટે આઠ નમૂનાઓ પણ લેવામાં આવ્યા 

ઝડપાયેલા આરોપીઓના નામ

અભિ કનૈયાલાલ ભરતીયા, રહે. બ્લ્યુ બેલ્સ, જહાંગીરપુરા, સુરત.

હિતેષભાઈ નરેશભાઈ ભરતીયા, રહે. વૈષ્ણોદેવી સ્કાય, જહાંગીરપુરા, સુરત.

પ્રવિણભાઈ કરમશીભાઈ માળી, રહે. લક્ષ્મી નોવા, જહાંગીરપુરા, સુરત.

અંકુરભાઈ નરેશભાઈ ભરતીયા, રહે. દેસાઈ ફળિયું, પરદેશી પાર્ક, ભારભુજા, કતારગામ, સુરત.