અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક ગ્રીન સીટી સોસાયટી સામે આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાન બહારથી દિવાળીની ખરીદી કરવા આવેલા કાનવા ગામના મનોજ વસાવાની બાઇક ગત 2 નવેમ્બરના રોજ ચોરાઈ હતી.
આ અંગે કાનવા ગામના યુવક મનોજકુમાર વસાવાએ અંકલેશ્વર રૂલર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, પોલીસે સઘન તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા 24 વર્ષીય રોહિત મુન્નાભાઈ બેરિસ્ટર મિશ્રા રહે. રાજહોમ સોસાયટી, જીતાલી ગામ, મૂળ ઉત્તરપ્રદેશને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
