ભરૂચ તાલુકાના જુના તવરા ગામ સ્થિત શ્રી હનુમાનજી મંદિર ખાતે આજરોજ કારતક પૂનમ અને દેવ દિવાળીના પાવન અવસરે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે પાવન સલીલા માઁ નર્મદા નદીના તટ ઉપર આવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે આજરોજ કારતક પૂનમ અને દેવ દિવાળીના પાવન અવસરે ગ્રામજનો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ પૂજન-અર્ચન અને દર્શન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ શ્રી હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.