અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજન
સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો
23 વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈ
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત 23 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત અંકલેશ્વરની એમ.ટી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન શાળાની 23 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.સરસ્વતી સાધના સાયકલ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા-જવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો તેમજ તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. સાયકલ મળવાથી વિદ્યાર્થીનીઓને શાળાએ પહોંચવામાં સરળતા રહેશે અને સમયની પણ બચત થશે.
ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓને આ યોજનાથી ઉપયોગી સહાય મળી રહેશે.આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયા, દંડક ભાવેશ કાયસ્થ, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિલ્પા સુરતી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં આગળ વધવા અને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી.
