પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. મગન સોલંકીના સ્મરણાર્થે સેવાકાર્ય
ગુજરાતભરમાં સ્વ. મગન સોલંકીના કર્મોની સુવાસ ફેલાઈ
નવયુગ વિદ્યાલય શાળા ખાતે ‘સ્મૃતિ કુંજ’નું ઉદ્ઘાટન કરાયું
‘સ્પોર્ટ સંકુલ’ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લાના જંબુસર નગરની નવયુગ વિદ્યાલય શાળા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. મગન સોલંકી અને તેમના ધર્મપત્નીના સ્મરણાર્થે ‘સ્મૃતિ કુંજ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. મગન સોલંકીના સેવાકીય અને જાહેર જીવન ક્ષેત્રે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી લઈ ગુજરાતભરમાં તેમના કર્મોની સુવાસ ફેલાઈ હતી. જેમાં તેઓના ધર્મપત્ની મધુ સોલંકીનો પણ વિશેષ સહકાર રહ્યો હતો, ત્યારે તેઓના સ્મરણાર્થે જંબુસર નગરની નવયુગ વિદ્યાલય શાળા ખાતે ભવ્ય ‘સ્મૃતિ કુંજ’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે જંબુસર તાલુકાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમતવીરો પહોંચી શકે તે માટે ભવ્ય ‘સ્પોર્ટ સંકુલ’નું પણ નિર્માણ કરવામાં આવનાર છે, ત્યારે આ બન્ને પ્રકલ્પોનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, શૈલેષ પરમાર, ગજેન્દ્રસિંહ બારડ, જયદીપસિંહ ચાવડા, મહેશ સોલંકી, નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
