અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ મળેલ સામાન્ય સભામાં રૂપિયા 98 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
Watch Video : https://fb.watch/4yN0TG4srT/
ચૂંટણી બાદ આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેનો રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના વિવિધ કામોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય 65 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં મંજૂર થયેલ બજેટ સર્વાંગી વિકાસવાળું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
તો આ તરફ વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ બજેટને દિવસે સપના બતાવનારું ગણાવ્યું હતું અને નગરપાલિકાને આવક થસે ક્યાંથી એ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
