ગુજરાતમાં આજે કોરોનાના 23 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં આજે 3,84,246 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,16,15,853 લોકોનું રસીકરણ કરાયું છે. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,14,972 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.
અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને દાહોદમાં 1, આણંદમાં 1, ભરૂચમાં એક, પોરબંદરમાં એક અને સુરતમાં એક એમ કુલ 23 કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 7547 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 58657 નાગરિકોને રસીનો પ્રથમ અને 101005 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 167,701 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 49,335 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 3,84,246 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,16,15,853 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170