સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરીના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના અમરગઢ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાય હતી. બહેનોના વાનગીના કલા-કસમને પ્રેરણા પૂરી પાડવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મામલતદાર મોસમ જાસપુરીયા સહિતના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર પૂજા મકવાણા, દ્વિતીય ક્રમે આવનાર ગીતા પંડ્યા અને તૃતિય ક્રમે આવનાર શીતલ જોષીને પ્રોત્સાહક ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધાને સફળ બનાવવા માટે સંકલિત બાળવિકાસ વિભાગની આંગણવાડી સંચાલક સહાયક બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170