અંક્લેશ્વરની એક યુવતીનો અનોખો બિલાડી પ્રેમ જોવા મળી રહ્યો છે. તેમના ઘરમાં એક બે નહીં પણ 15 થી 20 બિલાડીઓ રમતી હોય છે. પશુ, પંખીને પાળવાનો શોખ કેટલાયે લોકોમા જોવા મળે છે ત્યારે અંક્લેશ્વરના કસ્બાતી વાડમા રહેતા અફરોઝ મિરઝા લગભગ 10 થી 12 વર્ષથી બિલાડીઓ પાળી રહ્યા છે.
પોતાના પરિવારનો એક સભ્ય હોય તેમ તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તેમના સુવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. બિલાડીઓ પાછળ દર મહિને દસ હજારથી પણ વધુ ખર્ચ થાય છે. મોંઘવારીના આ સમય મા અફરોઝ બેને બિલાડીઓ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવી બિલાડીઓને આશ્રય પૂરું પાડી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170