રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવી હતી .અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેમના હાલચાલ જાણ્યા હતા અને સરકાર તરફથી પૂરતી મદદની ખાતરી આપી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી ભયંકર રીતે અસરગ્રસ્ત નર્મદા જિલ્લાની મુલાકાતે છે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અહી પણ તેઓએ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરી હતી જે બાદ તેઓ જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા જ્યાં મંત્રી, સાંસદ અને પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.રાજપીપળામાં અસરગ્રસ્ત 10 જેટલા લાભાર્થીઓને કીટનું વિતરણ પણ કર્યું હતું.સૌ પ્રથમ ગતરોજ કરજણ ડેમ ના પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવાનોના પરિવારની મુલાકાત પણ લીધી હતી.અને તેમને મદદની ખાતરી આપી હતી. તો જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓ જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો. રોલા વાલા હાઈસ્કૂલ ખાતે મુખ્યમંત્રી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ને પણ મળ્યા હતા. વિરોધ પક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્ય મંત્રીને આપી હતી.મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયા ધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમય મર્યાદામાં ચુકવવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
