ભરૂચમાં વરસાદે વિરામ લેતા હાશકારો

મેઘરાજાએ વિરામ લેતાં જ પાલિકા તંત્ર એક્શન મોડમાં

પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા કવાયત

બ્લીચિંગ પાવડર અને જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

વિવિધ વોર્ડ અને શેરીઓમાં ફોગિંગ કામગીરી કરાઈ

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતાં જ વાતાવરણ ચોખ્ખું થયું છે, જેને પગલે નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતાં જ વાતાવરણ ચોખ્ખું થયું છે, જેને પગલે નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વરસાદી પાણી ઓસરતાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં જામી ગયેલા કીચડ અને ગંદકીને દૂર કરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં વરસાદી પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા કે પાણી જન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને સફાઈ કર્મચારીઓની અલગ-અલગ ટીમો કામે લગાડાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કીચડ દૂર કરવાની સાથે જ ગંદકીવાળી જગ્યાઓ પર બ્લીચિંગ પાવડર અને જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શહેરના વિવિધ વોર્ડ, સોસાયટીઓ અને ગલીઓમાં મોટા પાયે ફોગિંગ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.