ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 979 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 873 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 335 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 979 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 335 કેસ નોંધાયા છે.તે સિવાય મહેસાણામાં 103, વડોદરા કોર્પોરેશનમાં 66, સુરત કોર્પોરેશનમાં 49, કચ્છમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 33, ભાવનગર કોર્પોરેશનમાં 31, ગાંધીનગરમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, બનાસકાંઠામાં 23, સુરતમાં 23, રાજકોટમાં 22, ભરૂચમાં 21, મોરબીમાં 20, પાટણમાં 18, સાબરકાંઠામાં 18, આણંદમાં 16, નવસારીમાં 15, વલસાડમાં 12, અમરેલીમાં 11, વડોદરામાં 8, ભાવનગરમાં 7, જામનગરમાં 7, જામનગર કોર્પોરેશનમાં 7, પંચમહાલમાં 6, પોરબંદરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, તાપીમાં 5, જૂનાગઢ અને જૂનાગઢ કોર્પોરેશનમાં બે, બોટાદ, દાહોદ અને ગીર સોમનાથમાં એક નવો કેસ નોંધાયો હતો.

રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ દર્દીઓના મોતનો આંકડો 10,964 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 5781 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો બીજી તરફ આજે કુલ 873 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. અને આજના આંકડા સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,34,243 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.