🔴 Breaking
મોરબી :  માળીયા (મી.) તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયુંભાવનગર : જવાહર મેદાનના મેળામાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો,આરોપીઓની કરી ધરપકડસુરત : ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભવ્ય સાયકલ રેલી યોજાઈ,શિક્ષક દિન અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ સાથે યોજાયો કાર્યક્રમસાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરારભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયોભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણઅંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામસુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી બ્રાઉન શુગર સાથે ઓડિશાના 3 ને ઈસમને ઝડપી પાડ્યામોરબી :  માળીયા (મી.) તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયુંભાવનગર : જવાહર મેદાનના મેળામાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો,આરોપીઓની કરી ધરપકડસુરત : ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભવ્ય સાયકલ રેલી યોજાઈ,શિક્ષક દિન અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ સાથે યોજાયો કાર્યક્રમસાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરારભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયોભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણઅંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામસુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી બ્રાઉન શુગર સાથે ઓડિશાના 3 ને ઈસમને ઝડપી પાડ્યા
Featured

ભરૂચ : ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા ડહેલીના ગ્રામજનો મજબૂર, પુલના અભાવે તંત્ર પ્રત્યે રોષ

વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, અહી પુલનો અભાવ હોવાની તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવતો ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ડહેલી નજીકથી પસાર થતી નદી પર પુલના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. દર ચોમાસામાં વરસતા વરસાદ વચ્ચે અને નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી ગ્રામજનો નનામી લઈને જવા માટે મજબૂર બન્યા છે. લોકોને કમરસમા પાણીમાંથી નનામી લઈ સામે પાર આવેલા સ્મશાન સુધી જવું પડે છે. ચોમાસા દરમિયાન કોઈપણ વ્યક્તિનું મોત થાય, ત્યારે ગ્રામજનો પર મુસીબત આવી પડે છે. ગતરોજ ગામમાં એક વ્યક્તિનું મોત થતાં નીકળેલી અંતિમયાત્રા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ હતી. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગ્રામજનોએ વારંવાર અહીના વિસ્તારમાં પુલ બનાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી ગ્રામજનોની રજૂઆતોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ મામલે ડહેલીના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે અહી પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.