મોરબી જિલ્લાનું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય સ્તરે 89.02 ટકાના સ્કોર સાથે ગુણવત્તા પ્રમાણપત્ર મેળવી સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું છે. ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામજનોના 30 કિલોમીટર દૂર મોરબી સુધીના ધક્કા અને આર્થિક બોજ બંને ટળ્યા છે.
મોરબી જિલ્લાનું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય સ્તરે 89.02 ટકાના સ્કોર સાથે ગુણવત્તા પ્રમાણપત્ર મેળવી સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું છે.અદ્યતન સુવિધાઓથી સજ્જ આજે રાજ્યભરમાં શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. વર્ષ 2024માં રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવનારા આ કેન્દ્રમાં દરરોજ સરેરાશ 70 થી 75 દર્દીઓ સચોટ સારવાર મેળવી રહ્યા છે.
અહીં સામાન્ય બીમારીઓ ઉપરાંત સર્પદંશ, શ્વાનદંશ કે અકસ્માત જેવી કટોકટીમાં પણ ત્વરિત અને જીવનરક્ષક સારવાર મળે છે. આ સાથે ટીબી અને કેન્સરનું પ્રાથમિક સ્ક્રીનિંગ તેમજ કિશોરો માટે વિશેષ કાઉન્સેલિંગ ક્લિનિક પણ નિયમિતપણે કાર્યરત છે.
બાળકોનું રસીકરણ અને લેબોરેટરી તપાસ જેવી સુવિધાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થતાં લોકોના સમય અને નાણાં બંનેની મોટી બચત થાય છે. તબીબો તથા આરોગ્યકર્મીઓની નિષ્ઠાવાન સેવાથી સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ગ્રામજનોનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
