અંકલેશ્વરના રામદેવ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રામદેવ નગરમાં રહેતી મહિલા બુટલેગર સંગીતાબેન હરેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની 72 નંગ બોટલ મળી કુલ 14 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મહિલા બુટલેગર સંગીતા વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.