સુરતના કામરેજ નજીક વાહનચાલકો વચ્ચે ઓવરટેક કરવા મુદ્દે થયેલ માથાકૂટમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામનો એક યુવાન પરિવાર સાથે મોરથાણા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અન્ય કારમાં સવાર ચાર ઈસમો સાથે ઓવરટેક મામલે માથાકૂટ થઇ હતી.જોત જોતામાં માથાકૂટ ઉગ્ર બનતા મોરથાણા ગામનો સ્થાનિક યુવાન બન્ને પક્ષને સમજાવવા વચ્ચે પડ્યો હતો તે દરમિયાન કારમાં સવાર ચાર ઈસમોએ મોરથાણા ગામના યુવાને ઢોર માર્યો હતો આવેશમાં આવી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને એક ઇસમને ઝડપી લીધો હતો જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા હાલ કામરેજ પોલીસે ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી ફરાર ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170