/connect-gujarat/media/post_banners/c0089a9207cfac001e8bd41605b75770479a7eddc1be8b43fa967f46067e2182.webp)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની ફાઇનલ મેચ 28 મે (રવિવાર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થતા હવે ફાઇનલ મેચ આજે એટલે કે 29 મેના રોજ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ફાઈનલ મેચમાં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28 મેની સાંજે એટલો વરસાદ પડ્યો કે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. પરિણામ એ આવ્યું કે ફાઇનલ મેચ રિઝર્વ ડેના રોજ રમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 11 વાગ્યાની આસપાસ બંને અમ્પાયરોએ CSK કોચ સ્ટીફન ફ્લેમિંગ અને ગુજરાત ટીમના કોચ આશિષ નેહરાની સલાહ લીધા બાદ મેચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે CSK અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલ મેચ રિઝર્વ ડે એટલે કે સોમવાર (29 મે)ના રોજ યોજાવાની છે. ટોસ 29 મેના રોજ સાંજે 7.00 કલાકે થશે, જ્યારે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.