Home > સ્પોર્ટ્સ > ઇન્ડિયન પ્રીમિયર લીગ > IPL 2023 : શુભમન ગિલની મહા વિસ્ફોટક ઈનિંગ, 60 બોલમાં કર્યાં 129 રન
IPL 2023 : શુભમન ગિલની મહા વિસ્ફોટક ઈનિંગ, 60 બોલમાં કર્યાં 129 રન
BY Connect Gujarat Desk26 May 2023 4:44 PM GMT

X
Connect Gujarat Desk26 May 2023 4:44 PM GMT
શુભમન ગિલને જ્યારે પણ અમદાવાદના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવાની તક મળી ત્યારે ત્યારે તેણે ખતરનાક ઈનિંગ રમીને દર્શકોના દિલ જીતી લીધા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડીયન્સ સામે રમાયેલી આઈપીએલની 2જી સેમિફાઈનલમાં ફરી એક વાર દર્શકોને શુભમન ગીલની ધમાકેદાર ઈનિંગ જોવાની તક મળી હતી. આ મેચમાં શુભમને એવી ઈનિંગ રમી કે મુંબઈ ઈન્ડીયન્સને પરસેવો છૂટી ગયો હતો.
શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને બેહાલ કરી મૂક્યાં હતા. ફિફ્ટી ફટકાર્યાં બાદ શુભમને લગભગ દડે દડે ફોર કે સિક્સ ફટકારતો જોવા મળ્યો હતો. મેચમાં શુભમને 60બોલમાં 129 ન બનાવ્યાં હતા જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ છે.
Next Story