IPL : આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

New Update
IPL : આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

આજની IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે હશે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. જ્યાં કોલકાતા બે મેચ જીતી છે તો હૈદરાબાદની ટીમે એક મેચ જીતી છે. આ બંને ટીમો પોતપોતાની અગાઉની મેચોમાં વિજયી રહી છે. આવી સ્થિતિમાં આ ટીમો આજની મેચમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. આ બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7.30 કલાકે ટકરાશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

કોલકત્તા

રહેમાનુલ્લા ગુરબાઝ, એન. જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

હૈદરાબાદ

મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, માર્કો યાનસીન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

Latest Stories