આજે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને છે. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમો વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. જો કે મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસનો પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે 200 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની 2008થી આઈપીએલ રમી રહ્યો છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ ઉપરાંત રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ તરફથી પણ રમી ચૂક્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2008માં પહેલી વાર ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો હતો. આઈપીએલની આ પહેલી ઘટના હતી. ત્યાર બાદ તે સતત ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહ્યો છે. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પર આઈપીએલ 2016 અને આઈપીએલ 2017માં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ મહેન્દ્ર સિંહ ધોની બંને સિઝનમાં રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સનો ભાગ હતા. આ પછી આઇપીએલ 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સની વાપસી થઇ હતી, ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીએ ટીમની કમાન સંભાળી હતી.
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલની 200 મેચોમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. આઇપીએલની આ 200 મેચમાં ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં 60.61 ટકા મેચ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આઈપીએલ 2010 સિવાય આ ટીમે આઈપીએલ 2011, આઈપીએલ 2018 અને આઈપીએલ 2021 માં ખિતાબ જીત્યો હતો.