રોહિત શર્માએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કરો યા મરોના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટનશિપની ઈનિંગ્સ રમી હતી. 200 રનનો પીછો કરતા રોહિત શર્માએ ધમાકેદાર રીતે અડધી સદી ફટકારવાનું કામ કર્યું હતું. રોહિતની જોરદાર ઇનિંગ્સના કારણે મુંબઈ ઝડપી ગતિએ રન બનાવી શક્યું હતું.
ઈશાન કિશનના આઉટ થયા બાદ કેમરુન ગ્રીન અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 65 બોલમાં 128 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી ફટકાર્યા બાદ રોહિતે મયંક ડાગરની બોલ પર નીતિશ રેડ્ડીને પોતાનો કેચ સોંપ્યો હતો. રોહિતે 37 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી.
રોહિત શર્માએ T20 ક્રિકેટમાં પોતાના 11000 રન પૂરા કરી લીધા છે. આ આંકડો પહોંચનાર તે બીજો ભારતીય અને એકંદરે સાતમો બેટ્સમેન બન્યો છે. રોહિત પહેલા ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.