Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

સનરાઇઝર્સ હૈદરાબાદ-રાજસ્થાન રૉયલ્સ વચ્ચે આજે થશે 'કાંટે કી ટક્કર

સનરાઇઝર્સ હૈદરાબાદ-રાજસ્થાન રૉયલ્સ વચ્ચે આજે થશે કાંટે કી ટક્કર
X

IPL 2023 ની ચોથી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે એટલે કે 2 એપ્રિલે રમાશે. જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

આ મેચમાં સંજુ સેમસનની આગેવાનીવાળી ટીમ રાજસ્થાન રોયલ્સ ગત સિઝનની જેમ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન એઈડન માર્કરામ પોતાની ટીમને શરૂઆતની મેચમાં જીત અપાવવા ઈચ્છશે. નોંધનીય છે કે IPLની 16મી સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ હશે.

Next Story