ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે 50 બેડના કોવિડ કેર સેન્ટરનું ઉદ્ધાટન કરાયું

New Update
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે 50 બેડના કોવિડ કેર સેન્ટરનું ઉદ્ધાટન કરાયું

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકામાં મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઇ સોલંકી દ્વારા યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવેલ કોવિડ કેર સુવિધાની શરૂઆત મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણના  કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટેની કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ હોસ્પિટલ ખાતે કોવિડ કેર માટે ૨૫ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. આગામી સમયમાં બેડની સંખ્યા વધારીને ૫૦ બેડની  કરવામાં આવશે તેમજ જેમ જરૂરિયાત ઉભી તેમ ધીમે -ધીમે બેડનો વધારો કરવામાં આવશે. 

ભાવનગરમાં જે પ્રમાણે દિનપ્રતિદિન કોરોના ના કેસો વધતા જાય છે. જેને લઇને ભાવનગર શહેરની સૌથી મોટી સર ટી હોસ્પિટલ ખાતે બેડની સંખ્યામાં પણ દિનપ્રતિદિન તંત્ર દ્વારા બેડ નો  વધારો કરવામાં આવી રહ્યો છે. સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ  બેડ વધારવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા એક મહિનામાં કોરોના કેસની સંખ્યા ૬ હજારને પાર પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા શહેર બાદ હવે જિલ્લાના તાલુકા મથક પર પણ કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ભાવનગર શહેર નજીક આવેલા ઘોઘા ગામે નવનિર્મિત થયેલા સી.એચ.સી સેન્ટરનું લોકાર્પણ તેમજ કોરોના વોર્ડ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રયાસ થી ઘોઘા સહીત આજુબાજુના 22 ગામના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે આધુનિક નવનિર્મિત CHC સેન્ટર માટેની મંજૂરી આપવામાં આવી હતી. જે CHC સેન્ટરનું કામ પૂર્ણ થઇ જતા રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર અને કોળી સમાજ આગેવાન દિવ્યેશ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આજ થી ઘોઘા સહીત 22 ગામોને આરોગ્ય સુવિધા માટે ભાવનગર શહેર સુધી નહી જવુ પડે. અને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર ઘોઘા ખાતે જ ઉપલબ્ધ થઇ જશે. સાથે હાલ જે પ્રકારે કોરોનાનો કહેર વધ્યો છે જેમાં પણ ખાસ ગ્રામ વિસ્તારમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસ થી જિલ્લાના તાલુકા મથકો પર પણ કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે ગ્રામ કક્ષાએ પણ કોરોના સેન્ટર મળે તેવી લોક માંગ ઉઠી હતી. જેને પગલે ઘોઘા ખાતે બનેલા નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર ખાતેજ કોરોના ના દર્દીઓ માટે 25 - 25 બેડના બે આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. ઘોઘા સહિત આજુબાજુના ગામમાં કોરોના દર્દીઓ ને પ્રાથમિક રીતે ઓક્સિજન સહિતની સારવાર તેમજ બે ટાઈમ ભોજન ચા-નાસ્તો અને તમામ પ્રકારની સારવાર મળી રહે તેવા પ્રકારના બે વોર્ડ બનાવવામાં આવ્યા છે.  જ્યાં કોરોના ના દર્દીઓ ને આઇસોલેટેડ કરી કોરોના ની સારવાર આપવામાં આવશે. આરોગ્ય સેન્ટર અને કોરોના સેન્ટરના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ મુકેશ લગારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘાના સરપંચ સહિતના રાજકીય આગેવાનો તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની લાગણી અને ઈચ્છા હતી કે ઘોઘા ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે જેથી ઘોઘા નગરજનોની ઘર આંગણે જ કોરોનાની સારવાર મળે.મંત્રીના સતત પ્રયત્નથી રાજ્ય સરકાર દ્વારા તેની મંજૂરી મળતા જ તાત્કાલિક આ સુવિધાની શરૂઆત કરવામાં આવી  છે. આ હોસ્પિટલમાં મહિલાઓ અને પુરુષો માટે ૨૫ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આગામી દિવસોમાં મંત્રી દ્વારા ઘોઘા તાલુકાના આસપાસ નાં  ગામડાઓમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત યુવાનોને રસીકરણ બાદ મિથીલીન બ્લુ ની બોટલ  ફ્રી માં આપવામાં આવનાર છે.

જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જીલ્લા પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.તાવિયાડ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Latest Stories