ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 7 મી જૂનથી 100% હાજરી સાથે તમામ કચેરીઓ ખુલશે

New Update
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 7 મી જૂનથી 100% હાજરી સાથે તમામ કચેરીઓ ખુલશે

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે તારીખ 7 જૂનથી રાજ્યની ખાનગી અને સરકારી કચેરીઓ પર સો ટકા કર્મચારીઓજને આવવા દેવામાં આવશે.

આજથી ગુજરાતમાં લોકડાઉનને પણ હળવું કરવામાં આવ્યું છે. રાજ્યના 36 જિલ્લાઓમાં આજથી સવારના 9 વાગ્યાથી સાંજના છ વાગ્યાની વચ્ચે તમામ દુકાનો ખુલી રહી છે. જ્યારે રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલિવરીની સુવિધા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે, 4 જૂનથી 11 જૂન સુધીમાં તમામ જિલ્લાઓમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, "મ્યુકોર્માઇકોસીસના અત્યાર સુધીમાં કુલ 850 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી 395 હજુ દાખલ છે. ગઈકાલે 24 દર્દીઓ દાખલ થયા હતા તેમજ ગઈકાલે 17 સર્જરી કરી હતી. દરરોજ 1-2 મૃત્યુ થાય છે.”