રાજ્ય સરકાર દ્વારા ખાસ એસ.ટી. બસ સેવાનો પ્રારંભ
વતન જતા લોકો માટે એસ.ટી બસ મોટો આશરો બની
ધારુકા કોલેજ ખાતેથી પ્રથમ દિવસે જ 100 બસો દોડાવાઇ
લાખો મુસાફરો માટે સ્થળ પર ગ્રુપ અને કરંટ બુકિંગ શરૂ
તહેવાર ટાણે વતનની વાટ પકડતા મુસાફરોને મોટી રાહત
સુરતમાં વસતા લાખો લોકો પોતાના વતન અને ગામડે જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે મુસાફરોની આ સફર વધુ સરળ, સુવિધાયુક્ત અને આર્થિક રીતે રાહતરૂપ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસ.ટી. બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
તહેવારોના દિવસો શરૂ થતાં જ સુરતમાં વસતા લાખો લોકો પોતાના વતન અને ગામડે જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે મુસાફરોની આ સફર વધુ સરળ, સુવિધાયુક્ત અને આર્થિક રીતે રાહતરૂપ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસ.ટી. બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતના ધારુકા કોલેજ ખાતેથી આ વિશેષ બસ સેવાની શરૂઆત કરાઈ છે, જ્યાં પ્રથમ દિવસે જ મુસાફરોના ઘોડાપૂર વચ્ચે આશરે 100 જેટલી નવી એસ.ટી. બસોને વિવિધ વિસ્તારો માટે રવાના કરવામાં આવી હતી.
લાખો મુસાફરો કોઈપણ જાતની હાલાકી વગર પોતાના પરિવાર પાસે ગામડે પહોંચી શકે તે હેતુથી સરકારે અત્યંત સસ્તા દરે આ મુસાફરીની વ્યવસ્થા ઊભી કરી છે. મુસાફરોની સરળતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બસ ઉપડવાના સ્થળ પર જ ‘કરંટ બુકિંગ’ તેમજ એકસાથે મુસાફરી કરતા લોકો માટે ‘ગ્રુપ બુકિંગ’ની વિશેષ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.
તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સના બમણા ભાડા અને ભીડભાડથી બચવા માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સેવાઓનો મુસાફરો મહત્તમ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વતનની વાટ પકડતા મુસાફરો માટે સરકારનો આ નિર્ણય ખરેખર ખૂબ જ આશ્વાસન આપનારો અને રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે.
