ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સએ આગામી સિઝન માટે એક મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ શુક્રવાર તારીખ 27 નવેમ્બરના રોજ આ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રોહિત શર્મા ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જોડાઈ ગયા બાદ, મુંબઈ નવા કેપ્ટનની શોધમાં હતું. ત્યારે હવે ટીમે ફરી એકવાર પોતાના સૌથી સફળ કેપ્ટન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 163 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં ચેમ્પિયન્સ લીગ T20 ની મેચોનો પણ સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ટીમે 91 જીત મેળવી છે અને 68 હારનો સામનો કર્યો હતો. જ્યારે 4 મેચ ટાઈ પર સમાપ્ત થઈ. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સે 55.82% જીતનું સ્તર જાળવી રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 39 વર્ષીય રોહિત શર્માના નેતૃત્વની 11 સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020 એમ 5 વખત IPLનું ટાઈટલ જીત્યું છે.
