અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા આયોજન

તોફાની વાયરા નામનો કાર્યક્રમ યોજાયો

સંગીતમય કાર્યક્રમનું આયોજન

ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા તોફાની વાયરા નામનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જુના નવા હિન્દી ગીતોની રજુઆત કરવામાં આવી હતી

અંકલેશ્વરમાં “GANA” મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા જૂના તથા નવા હિન્દી-ગુજરાતી ગીતો તેમજ સોલો ગીતોના સુમેળ સાથે સંગીતમય કાર્યક્રમ તોફાની વાયરા-9નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જીઆઈડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર, શ્રી ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નોટિફાઈડ એરિયાના ચેરમેન  પ્રબોધ પટેલ, AIAના પ્રેસિડેન્ટ  વિમલ જેઠવા, GPCBના વરિષ્ઠ પર્યાવરણ વૈજ્ઞાનિક તથા યુનિટ હેડ  જિજ્ઞાશાબેન ઓઝા, શુભશ્રી પિગમેન્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન  કે. શ્રીવત્સન, તેમજ દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુનિલ ભટ્ટ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ  સુનિલ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા.

સંગીતપ્રેમીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં જૂના અને નવા હિન્દી-ગુજરાતી ગીતો તથા સોલો ગીતોની રજૂઆતો દ્વારા સાંજને વધુ યાદગાર બનાવવામાં આવી હતી. વિવિધ ગીતોની સંગીતમય રજૂઆતથી કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.“GANA” મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા સંગીતપ્રેમીઓને એક મંચ પર લાવી જૂની યાદોને તાજી કરવાની સાથે નવી સંગીતમય યાદગાર સાંજનું સર્જન કરવામાં આવ્યું હતું.