ભરૂચની પોદ્દાર જમ્બો કિડ્સ, કસક ખાતે બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વાસ્તવિક જીવન સાથે જોડાયેલું શિક્ષણ વિકસે તે હેતુથી કોમ્યુનિટી હેલ્પર્સ એક્સપોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના નાનકડા વિદ્યાર્થીઓએ ડૉક્ટર, પોલીસ અધિકારી, ફાયર ફાઇટર, શિક્ષક સહિત વિવિધ કોમ્યુનિટી હેલ્પર્સ એક્સપોની ભૂમિકા ધારણ કરી હતી.
વિવિધ વેશભૂષા, આત્મવિશ્વાસભર્યા અભિનય અને મનમોહક રજૂઆતો દ્વારા બાળકોએ સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વિવિધ મદદગાર વ્યક્તિઓના કાર્ય અને મહત્વને સુંદર રીતે રજૂ કર્યું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વાલીઓએ બાળકોના ઉત્સાહ અને સુંદર રજૂઆતોને બિરદાવી હતી. પોદ્દાર જમ્બો કિડ્સ, કસક દ્વારા બાળકોને આનંદ સાથે શીખવાની અને પોતાની પ્રતિભા વ્યક્ત કરવાની તક આપવા બદલ વાલીઓ દ્વારા પણ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.
ભરૂચ: પોદ્દાર જમ્બો કિડ્સ ખાતે યોજાયો કોમ્યુનિટી હેલ્પર્સ એક્સપો, બાળકોએ લીધો ઉત્સાહભેર ભાગ
