ધાનપુરના દુધામલીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપાયું

460.830 કિલો ગાંજાના 378 છોડ જપ્ત, કિંમત રૂ.2.30 કરોડથી વધુ

આરોપી કોલા બારીયાની ધરપકડ, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ત્રણ ખેતરોમાંથી લીલો ગાંજો મળતા NDPS એક્ટ હેઠળ ગુનો

પોલીસે ઘટનામાં તલસ્પર્શીય તપાસ શરૂ કરી 

દાહોદ SOG પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા ધાનપુર તાલુકાના દુધામલી ગામેથી રૂપિયા 2 કરોડ 30 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

દાહોદ SOG પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા ધાનપુર તાલુકાના દુધામલી ગામેથી રૂપિયા 2 કરોડ 30 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે દુધામલીના સ્ટેશન ફળિયામાં દરોડો પાડ્યો હતો.

પોલીસે કોલા વિરાભાઈ બારીયા નામના શખ્સના ત્રણ ખેતરોમાં તપાસ કરતા ત્યાં ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાનું મોટું વાવેતર મળી આવ્યું હતું.SOG ની ટીમે ખેતરોમાંથી કુલ 378 છોડ જપ્ત કર્યા હતા.

જપ્ત કરાયેલા આ ગાંજાના છોડનું કુલ વજન 460.830 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત રૂપિયા 2 કરોડ 30 લાખ 41 હજાર 500 આંકવામાં આવી છે. ઘટનાસ્થળે FSL અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ જથ્થો ગાંજો જ હોવાનું પ્રમાણિત થયું હતું.

SOG ટીમે સ્થળ પરથી જ આરોપી કોલા વિરાભાઈ બારીયાની ધરપકડ કરી સમગ્ર મુદ્દામાલ કબજે લીધો છે.આ મામલે ધાનપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી SOG પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.