ભરૂચના પાલેજમાં ધોરણ 8ની છાત્રાની છાતી પર બ્રાઇટ ટ્યુશન ક્લાસિસના સંચાલકે હાથ ફેરવી છેડતી કરતા પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો છે.

ભરૂચના પાલેજ ધનજીશામાં બ્રાઇટ ટ્યુશન કલાસીસ ચલાવતા ઐયુબ બેલીમ સામે 14 વર્ષની દીકરીની છેડતીનો ગુનો માતા દ્વારા નોંધાવવામાં આવતા ચકચાર જાગી છે. સાંજે ટ્યુશનમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી દીકરી ગઈ હતી. કલાસીસમાં અન્ય કોઈ છાત્રો આવ્યા ન હોય ટ્યુશન શિક્ષક ઐયુબ બેલીમ સગીરાની પાસે આવી બેસી ગયો હતો. સન્ડે પાકું ને કહી, ટ્યુશનની બારી બંધ કરી છાત્રાની છાતી પર આ શિક્ષક હાથ ફેરવવા લાગ્યો હતો.

સગીરા ગભરાય જવા સાથે અન્ય છાત્રો આવી જતા ટ્યુશન શિક્ષક ઉભો થઇ તેની જગ્યાએ જતો રહ્યો હતો. સમગ્ર ઘટના અંગે દીકરીએ માતાને રડતા રડતા જાણ કરતા પાલેજ પોલીસ મથકે ટ્યુશન શિક્ષક સામે દીકરીની શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો હેઠળ લંપટ ટ્યુશન શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.