Connect Gujarat
Featured

અપમાનનો બદલો લેવાનો અનોખો કિસ્સો ...

અપમાનનો બદલો લેવાનો અનોખો કિસ્સો ...
X

ભારતના રાજા રજવાડાઓ લકજરિઅસ લાઈફ સ્ટાઈલ માટે ખૂબ જ જાણીતા હતા. વાત કોઈ પણ હોય જેમકે સોના ચાંદીની કે કોઈ મોંઘી ગાડીની ભારતના રાજા પોતાની અમીરી બતાવવા કોઈનાથી પાછડ નથી રહ્યા.....

જી બરાબર અહી વાત કરી રહ્યા છે અલવરના રાજા જયસિંહની અને રાજાએ પોતાના અપમાનનો બદલો લેવાની આ વાર્તા ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે.. જુઓ તમે પણ....

અલવરના એક રાજાની વાર્તા જે સાંભળીને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊચું થઈ જાય છે. અલવરના રાજા જયસિંહએ અંગ્રેજોના અપમાનનો બદલો રસપ્રદ રીતે કર્યો હતો. એક દિવસ અલવરના તત્કાલીન રાજા જયસિંહ સાંજના સમયે લંડનમાં ચાલવા નીકળ્યા હતા અને તે સમયે તેઓ ફેમસ અને નામી કાર કંપની રોલ્સ રોયસના શો રૂમ પહોચી ગયા. જે વખતે તેઓ કારના શો રૂમમાં પહોચ્યા ત્યારે તેઓએ સામાન્ય પહેરવેશ પહેર્યો હતો. જ્યારે તેમણે શો રૂમના સેલ્સમેનને કારના ભાવ પૂછ્યા તો અંગ્રેજ મેનેજરે તેમણે ભારતનો સામાન્ય નાગરીક ગણીને તેમનું અપમાન કર્યું અને ગેટ આઉટ કહી બહાર કાઢી મુખ્યા હતા. રાજા જયસિંહ તે સમયે ત્યાથી તેમના હોટલ પાછા જતાં રહ્યા અને તેમના સેવકને રોલ્સ રોયસના તેજ શો રૂમમાં ફોન લગાડી અને કહેડાવ્યું કે અલવર રાજ્યના મહારાજા તેમની કાર ખરીદવા ઇચ્છુંક છે. ત્યાર બાદ કાર કંપનીએ તેમના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથર્યું હતું. રાજા આ વખતે રજવાડી પહેરવેશ અને રાજસી ઠાઠ સાથે શોરૂમ પહોચ્યા હતા. શોરૂમના બધાજ કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજાએ શોરૂમમાં ઊભી રહેલી તમામ છ કારોને ખરીદી ભારત પહોચડવા કહ્યું હતું.

વાત અહીયાં જ પૂરી નથી થતી આગળ રાજા એ કેવી રીતે તેમના અપમાનનો બદલો લીધો તમે પણ જુઓ.....

રાજા જયસિંહ રોલ્સ રોયસ કારમાં જાતે નથી બેઠા. તેમણે તમામ છ કારને અલવર નગર પાલિકાને સૌપી દીધી અને કહ્યું કે આ તમામ કારનો ઉપયોગ શહેરનો કચરો ઉઠાવવા કરવામાં આવે. પછી શું હતું કારની આગળ ઝાડુ લગાવી દીધું અને શહેરનો કચરો કારથી સાફ કરવા લાગ્યા. આ સમાચાર વિશ્વમાં આગની જેમ ફેલાઈ ગયા અને રોલ્સ રોયસનું અપમાન થવા લાગ્યું. અમેરિકા યુરોપમાં કોઈ વ્યક્તિ કહતું કે તેની પાસે રોલ્સ રોયસ છે તો લોકો કહતા કઈ એ જ કાર કે જેના થકી ભારતમાં કચરો વીણવામાં આવે છે. પછી શું હતું બદનામીના કારણે રોલ્સ રોયસ કંપનીની સેલ્સ એકદમ નીચે આવી ગયી હતી...

તો આમ રોલ્સ રોયસ કંપનીને નુકસાની વેઠવાનો વારો આવ્યો તો કંપનીએ રાજા પાસે માફી માંગતા કહ્યું કે કાર થી કચરો વીણવાનું બંધ કરવો અને ઉપરાંત કંપનીએ રાજાને બીજી છ કારો પણ ભેટમાં આપી હતી. ત્યાર બાદ રાજાને લાગ્યું કે કંપનીને પોતાની ભૂલનો એહસાસ થયો ત્યારે કારથી કચરો વીણવાનું પણ બંધ કરાવ્યુ..

તો જોયું ને કેવી રીતે રાજા જયસિંહે પોતાના અપમાનનો બદલો લીધો... આવા જ અનેક રસપ્રદ વાતો સાથે ફરી મળીશું.. આ વાત ઇન્ટરેસ્ટિંગ છે માં....

Next Story