અંકલેશ્વરના સજોદ ગામમાં આહીર ફળીયામાં મેલડી માતાજીના મંદિરમાં રાત્રીના અરસામાં એક અજાણી મહિલા તોડફોડ કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. અંકલેશ્વરના સજોદ ગામના આહિર ફળીયામાં મેલડી માતાજીનું મંદિર આવેલું છે.આ મંદિર ખાતે મધ્યરાત્રિ દરમ્યાન એક અજાણી મહિલા આવે છે અને મંદિરનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરે છે. અંદર તોડફોડ કરે છે.
આ અજાણી મહિલા છેલ્લા બે ત્રણ દિવસથી મંદિરમાં આવે છે અને તોડફોડ કરે છે.આ અંગેની જાણ ગ્રામજનોને થતા ગામના આગેવાનોએ મંદિરના સીસીટીવી ચેક કરતા અજાણી મહિલા પ્રવેશ કરતી અને તોડફોડ કરતી કેદ થઇ હતી.આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે ગામના આગેવાન નવનીત આહિરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાની હજુ ઓળખ થઈ નથી આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવશે.
