અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ગુંજ પેટ્રોલ પમ્પ બાજુમાં ચરતા ચાર પૈકી એક બકરાની ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતી લખીબેન મંગાભાઈ દેવીપૂજક પોતાના 4 બકરા ચરાવવા માટે અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ગુંજ પેટ્રોલ પમ્પ બાજુમાં ખુલ્લી જગ્યામાં ગયા હતા.તેઓ બકરા ચરતા મૂકી જમવા માટે પોતાના ઘરે આવ્યા હતા.તે સમયે ચાર પૈકી 1 બકરીની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતાં.પશુ ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આંબોલી તરફ જતા કાચા રસ્તા ઉપરથી ફોર વહીલર ગાડી પકડી તેમાંથી એક બકરાને મુક્ત કરાવી નડિયાદ ખાતે રહેતો સંદીપ છગન સલાટ,છગન સોમાભાઈ સલાટ અને પંકેશ મંગળભાઈ તળપદા તેમજ વિપુલ મુકેશ તળપદાને ઝડપી પાડી 4.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.