અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
મીઠા ફેકટરી નજીક દરોડા
ગાંજાનો જથ્થો ઝડપાયો
એક આરોપીની ધરપકડ
રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક મીઠા ફેક્ટર પાસેથી બી ડિવિઝન પોલીસે રૂ 99 હજાર ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી રૂ 1 લાખ 24 હજારથી વધુનો મુદ્દમાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મંગલ પાસવાન નામનો ઈસમ બાઈક પર ગાંજાનો જથ્થો લઈને રાજપીપલા ચોકડી નજીક આવેલ મીઠા ફેકટરી કેનાલ રોડ પર આવનાર હોવાની બાતમી મળી હતી .જે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી દરમ્યાન બાઈક લઈને આવતા તેને રોકી તલાસી લેતા થેલીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મૂળ બિહાર અને હાલ સારંગપુરની મારૂતીધામ સોસાયટીમાં રહેતો મંગલ પાસવાનની ધરપકડ કરી રૂ.99 હજાર 150ની કિંમતનો 1.983 કિલો ગ્રામ ગજાનનો જથ્થો ,20 હજારની બાઈક અને મોબાઈલ મળી 1 લાખ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
