અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 14 જેટલા પોલીસ કર્મીઓને અમદાવાદ ગ્રામ્ય એસ. પી અમિત વસાવા એ એકાએક સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની નિયત હાજરી પુરાવતા નહોતા
સાયબર ક્રાઇમ ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલ ડીસીપી કક્ષાના અધિકારી અમિત વસાવા ની હમણાં થોડા મહિના અગાઉ બદલી અમદાવાદ ગ્રામ્ય એસ. પી તરીકે કરવામાં આવી હતી સ્વભાવે શાંત પરંતુ કામ કરવાની પદ્ધતિમાં ખૂબ જ કડક અધિકારી તરીકેની છાપ અમિત વસાવા ધરાવે છે અમદાવાદ ગ્રામ્યમાં પોલીસમાં એસ.પી તરીકે અમિત વસાવા એ ચાર્જ સાંભળતાની સાથે જ ઘણાખરા પોલીસ કર્મીઓના મોતિયા મરી ગયા. અને આજ અધિકારીએ હમણાં જ થોડા દિવસો અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ હોદ્દા પર ફરજ બજાવતા 14 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે.સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મીઓની છેલ્લા એક વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈપણ પ્રકારની પ્રો-એક્ટિવ કામગીરી નહોતી દેખાઈ રહી. જેના લીધે થઈને ડીસીપ્લીનરી ફોર્સમાં એક્સનરી પગલાં લેવા પડ્યા હતા.. 14 જેટલાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓ માંથી કેટલાક ઓફિસ સ્ટાફ પોલીસ કર્મીઓ નો પણ સમાવેશ થાય છે અને કેટલાક ફિલ્ડના પોલીસ કર્મીઓ પણ સમાવેશ થઈ રહ્યો છે… ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસ.પી દ્વારા જે ડીસીપ્લીનરી પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં હવે નિયમિતતા આવશે તેવું જરૂરી લાગી રહ્યું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170