રાજ્ય સરકારની પહેલ 

વોકલ ફોર લોકલને મળ્યુ પ્રોત્સાહન

નાના વેપારીઓ માટે બજાર ઉપલબ્ધ

ખાદી તેમજ પોલિ-વસ્ત્ર પર ખાસ રિબેટ અપાયું

ગ્રામીણ અર્થતંત્ર બન્યુ મજબૂત

ગુજરાત સરકારે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને જમીની સ્તરે વેગ આપ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે માટીનાં કોડિયાં ઘડતા કુંભારો, મહિલા સ્વસહાય જૂથો અને નાના વેપારીઓ માટે વિશેષ બજારો ઉપલબ્ધ કરાવ્યાં છે.

દિવાળીના પર્વે સ્થાનિક શ્રમિકો અને કારીગરોના જીવનમાં ઉજાસ પાથરવા ગુજરાત સરકારે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને જમીની સ્તરે વેગ આપ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે માટીનાં કોડિયાં ઘડતા કુંભારો, મહિલા સ્વસહાય જૂથો અને નાના વેપારીઓ માટે વિશેષ બજારો ઉપલબ્ધ કરાવ્યાં છે. સાથોસાથ ખાદી તેમજ પોલિ-વસ્ત્ર પર ખાસ રિબેટ આપીને ૧૬ હજારથી વધુ વણકરો અને કાંતનારાઓની આજીવિકાને મજબૂત આધાર આપ્યો છે.

સામાન્ય નાગરિકો પણ સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદીને આ પરિવારોના જીવનમાં ખુશીઓ લાવી રહ્યા છે. દિવાળી ટાણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળતાં ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. ખાસ કરીને ખાદી અને પોલિ-વસ્ત્ર પર અપાયેલી વિશેષ છૂટથી હજારો કારીગરોને આર્થિક ટેકો સાંપડ્યો છે.

અમદાવાદના ‘સરસ મેળા’માં GLPC અને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સ્ટોલ, ભોજન તેમજ રહેવાની સુવિધા અપાતાં મહિલા કારીગરોને સીધું અને મોટું બજાર મળ્યું છે. અહીં પરંપરાગત કલાત્મક દીવા, સુશોભનની સામગ્રી અને સ્વાદિષ્ટ વાનગીઓ ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.માટીકામથી લઈને વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓ સુધી વિસ્તરેલું આ અભિયાન છેવાડાના શ્રમિકોને સીધો આર્થિક લાભ પહોંચાડીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે.