અમદાવાદ SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના પાર્થિવ દેહના દર્શન સહિત પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદ SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસ થતાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. આજે 13 એપ્રિલના રોજ અમદાવાદ SGVP ગુરૂકુળમાં સવારે 8થી 9 વાગ્યા સુધી અંતિમ પૂજન વિધિ તેમજ હરિભક્તો માટે સ્વામીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. બપોર બાદ ગઢપુર મંદિરથી ઘેલો નદીના કાંઠા સુધી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે સંધ્યાકાળ પહેલા ઘેલો નદીના કાંઠે સંતોના હસ્તે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અમદાવાદ પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ હરિભક્તોની સાથે ફુલ વર્ષા અને આરતી કરી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170