અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નેશનલ હેરાલ્ડ એપિસોડમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નેશનલ હેરાલ્ડ એપિસોડમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનું છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીના સમર્થકો દેશભરમાં પ્રદર્શન કરીને તેનો વિરોધ કરી રહ્યા છે તો અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ પોહચી રહ્યા છે કોંગ્રેસના વિરોધ ને જોતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ આરોપ લગાવ્યો કે બીજેપી સરકાર સરકારી એજન્સીઓ આગળ રાખી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અવાજ દબાવવા માંગે છે જે કેસ 2015 માં બંધ થૈ ગયો છે તે ચૂંટણી અને રાજનીતિના કારણોસર ફરીવાર ખોલવામાં આવ્યો છે પણ કોંગ્રેસ આનો જવાબ આપશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170