Connect Gujarat
Featured

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આજે થઈ શકે છે જાહેરાત, અર્જુન મોઢવાડીયા રેસમાં આગળ..!

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આજે થઈ શકે છે જાહેરાત, અર્જુન મોઢવાડીયા રેસમાં આગળ..!
X

રાજ્યમાં ફેબ્રુઆરી માર્ચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પરાજય થયો હતો, ત્યારે હારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પોતાના રાજીનામા આપ્યા હતા. પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડે આ રાજીનામાં સ્વીકાર્યા નોહતા.

રાજ્યમાં કોંગ્રેસ મૃતપાય સ્થિતિમાંથી બેઠી કરવા હવે હાઇકમાન્ડ હરકતમાં આવ્યું છે અને સૂત્રો તરફથી મળતી ખબર મુજબ કોંગ્રેસ હાઇકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. હાલ કોંગ્રેસમાંથી રાજ્યના પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાના નામો ચર્ચામાં છે. જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જેની વિધિવત જાહેરાત આજે કરવામાં આવે તેવી પૂરે પુરી શક્યતા છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, અર્જુન મોઢવાડિયા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે. અર્જુન મોઢવાડીયા વર્ષ 2011થી 2015 સુધી પણ તેઓ પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી ચુક્યા છે.

આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાત થવાની છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને અગાઉ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

Next Story