/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/20121142/maxresdefault-107-173.jpg)
રાજ્યમાં નવરાત્રીમાં અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં દેવચકલા શેરીમાં ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની આરતી ઉતારી હતી.
ખોખરા વિસ્તારમાં દેવચકલા શેરીના નાગરિકોએ કોરોનાના સંક્રમણને ખાળી શકાય તે માટે માતાજીની આરતીમાં આયુર્વેદિક ઉકાળાનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. જે પ્રસાદનો ભોગ ધરાવી માઈભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્યા માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, તેની આસપાસ ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે.
જેમાં દરેક ભક્તો મોઢે માસ્ક પહેરી નજરે પડ્યા હતા. આ પ્રસંગે નવરાત્રીમાં અહીંના સ્થાનિક કોર્પોરેટરે શ્રધ્ધાળુઓને પ્રસાદમાં ઉકાળાનું મહત્વ સમજાવી સાંપ્રત સમયમાં તેને પ્રસ્તુત ગણાવી તમામને આયુર્વેદિક ઉકાળો મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. આમ જોવા જઈએ તો કોરોનાએ નવરાત્રીની ઉજવણીમાં પણ બદલાવ લાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે.