Connect Gujarat
Featured

અમદાવાદ : કૃષિ કાયદાઓના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં, ખેડુતોને સમજાવવા ધારાસભ્યોનું ગામે ગામ ભ્રમણ

અમદાવાદ : કૃષિ કાયદાઓના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં, ખેડુતોને સમજાવવા ધારાસભ્યોનું ગામે ગામ ભ્રમણ
X

પંજાબ અને હરિયાણાના ખેડુતો નવા કૃષિ કાયદાના વિરોધમાં 35 દિવસ ઉપરથી આંદોલન ચલાવી રહયાં છે ત્યારે હવે આંદોલનની આગ ગુજરાતમાં પણ ફેલાય રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો ગામે ગામ ફરીને ખેડુતોને નવા કાયદાથી થનારા નુકશાન અંગે સમજાવી રહયાં છે.

ખેડૂતો કૃષિ બિલના વિરોધમાં સળગેલી આંદોલનની આગ ગુજરાતમાં પણ ફેલાય રહી છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી રહયા છે અને કૃષિ કાયદાના ગેરફાયદા ખેડૂતોને સમજાવી રહયા છે ઉના ગીર ગઢડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય પુંજા વંશ સતત પ્રવાસ કરી રહયા છે અને ખેડૂતોને આ આંદોલનમાં જોડાવા માટે સમજાવી રહયા છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠકો નિષ્ફળ થઇ છે ત્યારે હવે આંદોલનને ગુજરાતમાંથી સમર્થન આપવા કોંગ્રેસ અને તેના ધારાસભ્યો સક્રિય થયા છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચુંટણી આવી રહી હોવાથી કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બની ગઇ છે.

Next Story