રાજ્યમાં યુવા ધનને બરબાદ કરવા નશાના કારોબારીઓ બેફામ બની રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ઈસમ ડ્રગ્સનું સપ્લાય કરતો ઝડપાયો ત્યારે આરોપી પહેલા પણ આ રીતે શહેરમાં ડ્રગ ઘૂસાડી ચૂક્યો છે કે નહીં તે બાબત હાલ પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદ નારોલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. નારોલ પોલીસે બાતમીના આધારે 4 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી લીધી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી યુવક મોહમ્મદ હાશિમ કે જે મૂળ જૂનાગઢ નો છે પરંતુ હાલ મુંબઈમાં રહે છે. હાશિમ મુંબઈથી ડ્રગ લઈને રાજકોટ જવાનો હતો. આ મામલે નારોલ પોલીસને માહિતી મળી હતી. પોલીસે માહિતીના આધારે લાંભા ટર્નિંગ પાસેથી તેને ઝડપી લીધો હતો.પોલીસે હાશિમની તપાસ કરતાં તેની પાસેથી ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ડ્રગ આરોપી રાજકોટના હિદાયત ખાનને આપવા જઈ રહ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આ ડ્રગ તેને જમ્મુ કાશ્મીરથી આપવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે જમ્મુના રમીઝ ડાર નામના વ્યક્તિએ આ જથ્થો આપ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170