અમદાવાદ: મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન વિના મૂલ્યે આપો, જુઓ કોણે કરી માંગ

New Update
અમદાવાદ: મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન વિના મૂલ્યે આપો, જુઓ કોણે કરી માંગ

રાજયમાં મ્યુકરમાઇકોસિસનો કહેર વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને મ્યુકરમાઇકોસિસ મુદ્દે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી કરનાર ગ્યાસુદ્દીન શેખે ઇન્જેક્શન વિના મૂલ્યે આપવાની માંગ કરી છે.

મ્યુકરકોરમાઇકોસીસની નવી ઉપાધી રાજ્યમાં સામે આવી છે. સરકાર દ્વારા મ્યુકરમાઇકોસિસનો મહામારી પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ મયુકરમાઇકોસીસના ઇન્જેક્શનની ગુજરાતમા ભારે અછત જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને મ્યુકરમાઇકોસિસ મુદ્દે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી કરનાર ગ્યાસુદ્દીન શેખે ઇન્જેક્શન વિના મૂલ્યે આપવાની માંગ કરી છે.

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ હતુ કે મ્યુકરમાઇકોસિસ બાબતે આજથી 10 દિવસ અગાઉ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મહામારીના ઇન્જેક્શન ગ્રામ્ય સુધી પહોંચે તે અમારી અરજીમાં ઉલ્લેખ હતો.અત્યારે રાજ્યના મોટાભાગના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. તેમજ ખાનગી હોસ્પિટલમા પણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે . આજે ગુજરાતમા ઇન્જેક્શન ભારે અછત જોવા મળી રહી છે .

જો સમય સર ઇન્જેક્શન નહી મળે તો દર્દીનું મોત પણ થઇ જાય છે તો રાજ્ય સરકારે તાતકાલિક અસરથી તેની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર દ્વારા જ્યારથી મ્યુકરમાઇકોસિસના મહામારીની જાહેરાત ત્યારથી ઇન્જેક્શનમાં કાળા બજારી શરૂ થઈ છે . તેમજ ઇન્જેક્શન ડુપ્લીકેટ વહેંચાય તેવી પ્રબળ શક્યતાઓ ઉભા થઇ છે . એક દર્દીને 10 ઇન્જેક્શનની સામે બે ઇન્જેક્શન મળે બાદમાં ઇન્જેક્શન ન મળે તો શું સ્થિતિ થાય તે ગંભીર બાબત છે. મહામારી જાહેર થયા બાદ જે હોસ્પિટલો જાહેર કરાઈ ત્યાં પણ ઇનજેકશન ઉપલબ્ધ નથી.

Latest Stories