/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/10170726/maxresdefault-124.jpg)
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મની કોશિશ અને છેડતીના ગુન્હામાં શહેરના ફરાર એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પોલીસ અધિકારી પર તપાસ કરવાના નામે બળાત્કાર ની કોશિશ અને છેડતીનો આરોપ લાગ્યો છે તો જે મહિલાએ ફરિયાદ નોંધાવી છે તે એક નિવૃત પીએસાઇની પુત્રી છે આમ શહેરના પોલીસ અધિકારી ખુદ આરોપી બની ગયા છે
અમદાવાદ ક્રાઇમ બેન્ચની ગિરફ્ત માં રાખવામા આવેલ આ આરોપી શહેરના એક સમયના પીએસઆઇ હતા એક સમય આરોપીને સાથે રાખી ફોટો પડાવતા પીએસઆઇ હવે પોતે આરોપી તરીકે આવી ગયા છે. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. આર.મિશ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.પોલીસ અધિકારી પર આરોપ લાગ્યો છે કે એક મહિલાની સાથે હોટેલમાં બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી.
આ ઘટના ગત 7-10-2019ના રોજ બની હતી ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવવા માટે ગઈ હતી. ત્યારે તેની મુલાકાત પીઆઈસાઈ આર. આર. મિશ્રા સાથે થઈ હતી. ત્યારબાદ આરોપીએ મહિલાનો નંબર લઈ તેને મેસેજ કરતો હતો અને વોટ્સઅપ કોલ પણ કરતો હતો. ત્યારબાદ એક દિવસ આરોપી એ મહિલાને આશ્રમ રોડ પર આવેલ હોટેલ રેડ એપ્પલમાં બોલાવી તેની છેડતી કરી પણ મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.